Site icon Revoi.in

વડોદરાના રાવપુરામાં ચાર દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુમાં લીધી

Social Share

વડોદરાઃ  શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા આજુબાજુની દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. આ આગ એટલી વિકરાળ બની કે, જોત જોતામાં આસપાસની ચાર દુકાનોમાં આગ પ્રસરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પાસે આવેલી એક દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા તમામ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. વડોદરા શહેરના દાંડિયાબજાર, વડીવાડી, જીઆઇડીસી, પાણીગેટ, ગાજરાવાડી સહિતની તમામ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગને લઈ આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ આગ એટલી વિકરાળ બની કે, આસપાસમાં આવેલી ચાર દુકાનને ઝપેટમાં લીધી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આ ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ  થઈ નથી. પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ હતી. આ આગ વહેલી સવારે લાગી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ  મેળવ્યો હતો. ત્યરબાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સ્થનિક રહિશોના કહેવા મુજબ  વહેલી સવારે રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પાસે  આવેલી એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતુ. આ આગ ત્રણ દવાની દુકાનો અને એક બૂટની દુકાનમાં લાગી હતી અને ઉપર પ્રથમ માળે લેબોરેટરી હતી. જેમાં 4 દુકાનોમાં આગ છે અને ત્રણ દુકાનો તો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે.