Site icon Revoi.in

નવા સંસદભવનમાં પ્રથમ બિલ રજૂ કરાયું, નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં રજુ

Social Share

નવી દિલ્હીઃ નવાસંસદ ભવનમાં પ્રવેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમના મહિલા સશક્તિકરણની વાત કરી હતી. તેમજ મહિલાઓના આરંક્ષણને લઈને કેબિનેટ દ્વારા નારિ શક્તિ વંદન બિલ મંજુરી કરવાનું જણાવ્યું હતું. પીએમ મોદીના સંબોધન બાદ કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં નારી શક્તિ વંદન અધિયમિય સંસદમાં રજુ કર્યું હતું.

સંસદના ગૃહમાં બિલ રજુ કરતાની સાથે જ વિપક્ષે વિરોધ નોંધાયો હતો. તેમજ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, ડો.મનમોહનસિંહની સરકારમાં રાજ્યમાં સભામાં મહિલાઓના આરંક્ષણનું બિલ પાસ થયું હતું. જ્યારે લોકસભામાં હજુ ઉપલબ્ધ છે. વિપક્ષના નેતાના નિવેદનના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ નોંધાવીને માહિતી રજુ કરવા જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, લોકસભામાંથી બિલ પાસ ન થયું હોય તો સત્ર પૂર્ણ થયા બાદ બિલ નોબુદ થઈ ગયું હતું.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, મહિલા આરક્ષણ બિલની અવધિ 15 વર્ષની હશે. જો કે, સમય મર્યાદા વધારવાનો અધિકાર સંસદ પાસે રહેશે. આ અધિનિયમ પાસ થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને 181 થઈ જશે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યાં 82 છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જાણી જોઈએ આ બિલ લોકસબામાં રજુ કર્યું ન હતી. બિલ અનુસાર સંસદ અને દિલ્હી સહિત તમામ વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. એસસી-એસટી વર્ગ માટે કોટાની અંદર કોટા લાગુ થશે. એટલે કે 33 ટકા બેઠકોમાં જ એસસી-એસટી સમાજની મહિલાઓને પણ આરક્ષણ આપવામાં આવશે.