Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે ગાઝિયાબાદમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ મળ્યો

Social Share

દિલ્હી:એક તરફ ચીન, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં પણ તેની અસર દેખાવા લાગી છે.હવે ગાઝિયાબાદની હર્ષ હોસ્પિટલમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે.કોવિડ-19 ની નવી લહેરના ખતરા વચ્ચે આ મામલાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે, જે દર્દીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો કેસ જોવા મળ્યો છે તેની ઉંમર 55 વર્ષ છે.

બ્લેક ફંગસ કોરોનાના દર્દીઓમાં જોવા મળે છે જેમને વધુ પડતા સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા છે, જ્યારે જે દર્દીઓને કોરોના થયો નથી તેવા દર્દીઓમાં વ્હાઈટ ફંગસના કેસ પણ શક્ય છે. બ્લેક ફંગસ આંખો અને મગજને સૌથી વધુ અસર કરે છે, જ્યારે વ્હાઈટ ફંગસ ફેફસાં, કિડની, આંતરડા, પેટ અને નખને સરળતાથી અસર કરે છે.

આ સિવાય બ્લેક ફંગસ વધુ ડેથ રેત માટે જાણીતો છે.આ રોગમાં મૃત્યુ દર લગભગ 50% છે. એટલે કે, દર બેમાંથી એક વ્યક્તિ મૃત્યુના જોખમમાં છે.પરંતુ વ્હાઈટ ફંગસમાં ડેથ રેટને લઈને  હજુ સુધી કોઈ ડેટા નથી.