જમ્મુ-કાશ્મીરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો- દેશભરમાં કુલ 40 કેસો
- જમ્મુ કાશ્મીરમાં નોંધાયો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પહેલો કેસ
- દેશભરમાં 40 કેસો નોંધાઈ ચૂક્યા છે
- ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી લોકોની ચિંતા વધી
દિલ્હીઃ- દેશભરમાં કોરોના હજી ખતમ થયો નથી ત્યાતો કોરોનાના નવા વેરિએન્ટે કેટલાક રાજ્યોમાં ચિંતા ફેલાવી છે, ડેલ્ટા પ્લસ નામના વાયરસનો હવે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે, અત્યાર સુધી દેશભરમાં આ વાયરસના કુલ 40 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છએ, ત્યારે હવે કેન્દ્ર સાશિત પ્રદેશમ જમ્મુ-કાશ્મીરમાં પણ ડેલ્ટા પ્લસનો પ્રથમ કેસ સામે આવ્યો છે.બુધવારના રોજ નોંધાયેલા આ કેસને લઈને પ્રદેશની ચિંતા વધી છે,આ વેરિએન્ટને નિષ્ણાંતો દ્રારા ગંભીર પ્રકારનો ગણાવાયો છે.
જીએમસીના આચાર્ય ડો. શશી સુદાનને જણાવ્યું હતું કે, તાલાબ તિલ્લોના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ 15 મેના રોજ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ,તેમના નમૂના જીનોમિક તપાસ માટે એનસીડીસી નવી દિલ્હી મોકલવામાં આવ્યો હતો. તપાસમાં આ વેરિએન્ટની હાજરી હોવાનું બહાર આવ્યું છે.
ડેલ્ટા વેરિએન્ટનો ભોગ બનેલ વ્યક્તિને કોરોનાની વેક્સિન પણ આપવામાં આવી હતી. ભારત તે દસ દેશોમાં શામેલ છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળી આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આવા 40 કેસ મળી આવ્યા છે. જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાયા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ સંક્રણ દરમિયાન જે તે દર્દીઓને કોવિડના લક્ષણો જોવા મળ્યા નહોતા