Site icon Revoi.in

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

Social Share

બેંગલુરુ : કર્ણાટકમાં કોવિડ-19 ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે.સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું કે, સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો નથી અને આ વાયરસ તેની સાથે કોઇ સંપર્કમાં આવ્યો નથી. આ કેસ રાજ્યના મૈસુરુમાં સામે આવ્યો છે. દર્દીને આઈસોલેટ કરવામાં આવ્યો છે.જો કે, દર્દી એસિમટોમેટિક છે

સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું કે,રાજ્ય સરકાર નવા વેરીયન્ટની કાળજીપૂર્વક દેખરેખ રાખી રહી છે અને રાજ્યમાં છ જીનોમ લેબોરેટરી સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં દરરોજ લગભગ 1.5 લાખથી બે લાખ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ડેલ્ટા પ્લસ સિક્વન્સીંગની શંકા છે તેવા સરકાર તમામ જિલ્લાઓમાં રસી મોકલી રહી છે.

રાજ્ય સરકાર કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સાથે વ્યવહાર કરવા માટે સતત તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો માટે જોખમી હશે. સુધાકરે જણાવ્યું કે, આઈસીયુ સાથે પીડિયાટ્રિક વોર્ડ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે અને 45 દિવસની અંદર તમામ જિલ્લામાં ડોકટરો અને નર્સોની નિમણૂક કરવાની તૈયારી ચાલી રહી છે.

દેશમાં જીવલેણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ નોંધાયા છે. તેના કેસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કર્ણાટકમાં અત્યાર સુધી નોંધાયા છે.