- પંજાબમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ નોંધાયો
- રાજ્યની ચિંતામાં થયો વધારો
દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસની બીજી તરંગ ઘીમી પડેલી જોવા મળી છે, જો કે તેનો અર્થ એ નથી કે કોરોના નાશ પામ્યો છે, જો કે રોજેરોજ આવતા આંકડાની સંખ્યામાં ઘટાડો થવાનું ચોક્કસ શરૂ થયું છે. છેલ્લા પાંચ દિવસથી, દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો 70 હજાર કરતા ઓછા નોંધાઈ રહ્યા છે. જોકે નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દેશમાં આવી શકે છે.
કોરોના વાયરસ બાદ દેશમાં બ્લેક ફંગસ સિવાય યલો ફંગસ, વ્હાઈટ ફંગ, અને ગ્રીન ફંગસના કેસો મળી આવતા જોવા મળ્યા છે,તો બીજી તરફ કોરોનાને માત આપવા આવતીકાલે એટલે કે 21 જૂનથી દેશભરના 18થી વધુ વયના લોકોને રસી આપવાનું કાર્ય પણ ચાલુ થશે, તો આ સમગ્ર સ્થિતિ વચ્ચે પંજાબમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ મળી આવ્યો છે.
પંજાબમાં ગ્રીન ફંગસનો પહેલો પુષ્ટિ થયેલ કેસ પ્રકાશમાં આવ્યો છે. જલંધરની સરકારી હોસ્પિટલના ડોક્ટર પરમબીરસિંહે જણાવ્યું હતું કે દર્દી કોવિડથી સ્વસ્થ થઈ ગયો હતો અને બાદમાં તેને ગ્રીન ફંગસનો ચેપ લાગ્યો છે, હાલ દર્દીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે, જો કે એવું કહી શકાય નહીં કે દર્દીની સ્થિતિ સામાન્ય છે. આ અગાઉ પણ ગ્રીન ફઁગસનો કેસ નોંધાયો હતો પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે,કોરોના વાયરસ સિવાય દેશમાં અન્ય બિમારીઓનો ભય ફેલાયેલો જોવા છે. આમાં બ્લેક ફંગસ પ્રથમ સ્થાને છે. બ્લેક ફંગસ સિવાય દેશમાં યલો, સફેદ અને હવે ગ્રીન ફંગસના કેસ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં, કોરોના વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે આ ફંગસની બિમારીએ દેશના લોકોની ચિંતા વધારી છે.