- દેશમાં XE વેરિએન્ટનો પહેલો કેસ મુંબઈમાં સામે આવ્યો
- ફેબ્રુઆરી મહિનામાં મહિલા થઈ હતી સંક્રમિત
મુંબઈઃ- એક બાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસો સતત ઘટતા જી રહ્યા છે તો બીજી બાજૂ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા વધી છે.આ સાથે જ વધુ સંક્રમિત સ્વરૂપ XE વેરિએન્ટનો પહેલો કેસ મુંબઈમાં સામે આવ્યો છે
આ મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાની એક મહિલાને ઓમિક્રોનના આ સબફોર્મથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. મહિલામાં કોઈ લક્ષણો નથી અને તે સ્વસ્થ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે સેરો સર્વે દરમિયાન કોરોના વાયરસના કપ્પા સ્વરૂપના એક કેસની પણ પુષ્ટિ થઈ છે. જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં 11મી બેચના 376 સેમ્પલના સિક્વન્સિંગમાં આ પરિણામ જોવા મળ્યું હતું,
કહેવામાં આવી રહ્યું છે કે આ 50 વર્ષીય મહિલા ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવી હતી. 27 ફેબ્રુઆરીએ મહિલા કોરોના સંક્રમિત મળી આવી હતી.
.BMC અધિકારીઓનું કહેવું છે કે મહિલા 10 ફેબ્રુઆરીના રોજ પરત આવી હતી અને 27 ફેબ્રુઆરીએ કરાયેલા કોરોના ટેસ્ટમાં તે સંક્રમિત જોવા મળી હતી. 50 વર્ષીય મહિલા ચેપગ્રસ્ત બહાર આવ્યા બાદ તેને અલગ રાખવામાં આવી હતી. તેમજ સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે કસ્તુરબા હોસ્પિટલ સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
પ્રારંભિક તપાસમાં, મહિલાના નમૂનામાં XE પ્રકારની પુષ્ટિ થઈ હતી. GISAID એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે INSACOG એ XE વેરિઅન્ટની નિશ્ચિત પુષ્ટિ માટે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં જીનોમિક સિક્વન્સિંગના બીજા રાઉન્ડ માટે જવાનું નક્કી કર્યું છે.
આ તપાસને લઈને કહેવામાં આવ્યું છે કે હાલ મહિલા ક્વોરેન્ટાઇન હેઠળ છે અને વારંવાર પરીક્ષણો બાદ મહિલાનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એ મુંબઈમાં XE વેરિઅન્ટનો કેસ માર્ચના પ્રથમ સપ્તાહમાં એક આંતરરાષ્ટ્રીય પેસેન્જર પાસેથી ઉદ્ભવ્યો હતો. મહિલા હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ગભરાવાની જરૂર નથી.