Site icon Revoi.in

દેશમાં ઝીકા વાયરસે આપી દસ્તક, કેરળમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

Social Share

તિરુવનંતપુરમ :કેરળમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તિરુવનંતપુરમ નજીક પાસ પ્રસલ્લામાં રહેતી 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 19 નમૂનાઓમાંથી 13 માં ઝીકા વાયરસ સંક્રમણ જોવા મળતા ફફડાટ ફેલાયો છે. આ તમામ નમૂનાઓ તિરુવનંતપુરમથી મોકલવામાં આવ્યા હતા. ઝીકાથી સંક્રમિત મહિલાની હાલત સ્થિર છે અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ, વાયરસ જીવલેણ નથી, તેથી ચિંતા કરવાની કંઈ વાત નથી. મહિલાને તાવ, માથાનો દુખાવો અને તેના શરીર પર ફોલ્લીઓ થયા બાદ દાખલ કરવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું કે, તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. તો જે 19 લોકોમાં સમાન લક્ષણો જોવા મળ્યા છે, તેમના નમૂનાઓ એનઆઈવી પર મોકલવામાં આવ્યા હતા.

આ વાયરસના લક્ષણો ડેન્ગ્યું અને ચિકનગુનિયા જેવા જ છે. સામાન્ય રીતે મચ્છરના કરડવાથી 2 થી 7 દિવસની વચ્ચે વ્યક્તિ ઝીકા વાયરસથી સંક્રમિત થઇ શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં હળવો તાવ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, ઉલટી થવી અને સામાન્ય રીતે અસ્વસ્થ અનુભવવું વગેરે સામેલ છે.