Site icon Revoi.in

દેશમાં રસીકરણ -5 કરોડ કિશોરોને અપાયો વેક્સિનનો પ્રથમ ડોઝ 

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી વર્તાઈ રહી હતી જેમાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે, ત્યારે દેશમાં કોરોનાને પરાજય કરવા સીકરણ અભિયાન સતત ચાલી રહ્યું છે. વૃદ્ધોની સાથે-સાથે પુખ્ત વયના લોકો, કિશોરીઓ અને સગર્ભા સ્ત્રીઓમાં પણ રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં 171 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, ઓછામાં ઓછી પાંચ કરોડ કિશોરીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 28 લાખ ગર્ભવતી મહિલાઓને પણ રસી આપવામાં આવી છે, જેમાંથી 11.6 લાખ સગર્ભા મહિલાઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.