વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ માર્ચ મહિનામાં જ લાગશે, હોળીના દિવસે લાગશે ચંદ્રગ્રહણ
હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં અનેક તહેવારો આવશે સાથે જ માર્ચ મહિનામાં વર્ષનું પ્રથમ ગ્રહણ લાગશે. આ પ્રથમ ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. હિન્દુ ધર્મ અનુસાર વર્ષ 2024માં માર્ચ મહિનામાં રંગોના પર્વ હોળી-ધૂટેળીની પણ ઉજવણી કરવામાં આવશે. ફાગણ માસના પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ તા. 25મી માર્ચના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે. સંયોગથી હોળી અને ચંદ્ર ગ્રહણ બંને એક જ દિવસે છે એટલે હોળી પર્વના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. ચંદ્રગ્રહણને અભુશ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, ગ્રહણથી નકારાત્મકતા ફેલાય છે. એટલા માટે ગ્રહણની અસર તમામ રાશીઓ પર પડશે. કોઈ રાશી ઉપર વધારે અસર જોવા મળે છે જ્યારે કોઈ રાશી ઉપર ઓછી અસર પડે છે.
હિન્દુ નવ વર્ષની વાત કરીએ તો વર્ષનો અંતિમ તહેવાર હોળી માનવામાં આવે છે. હોળી બાદ હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ સાથે જ વર્ષના અંતિમ દિવસે ચંદ્રગ્રહણ લાગશે. ગ્રહણને વિજ્ઞાનમાં ખગોલીયા ઘટના માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. વર્ષ 2024નો માર્ચ મહિનો મહત્વનો રહેશે, કેમ કે આ વર્ષે હોળી અને ગ્રહણનો સંયોગ બની રહ્યો છે.