Site icon Revoi.in

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહેલું આમંત્રણ સંતોને મોકલવામાં આવ્યું,

Social Share

અયોધ્યા – એપધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની અશઠનું પ્રતિક છે આતુરતાથી ભક્તો મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ત્યારેશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના જીવન અભિષેક સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યો છે.

જાણકારી પ્રમાણે  સૌ પ્રથમ ઋષિ-મુનિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. આ માટે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.આ સમારોહમાં દેશની વિવિધ પરંપરાના લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા આમંત્રણ પત્ર મોકલવામાં આવી રહ્યું છે.અને 23 જાન્યુઆરી સુધી અયોધ્યામાં રહેવાની પણ વિનંતી કરી રહ્યું છે. દેશભરના સંતોની સાથે અયોધ્યાથી સંતોને પણ આમંત્રિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંઘ અને VHP કાર્યકર્તાઓની ટીમ સંતોને મળી રહી છે અને તેમને આમંત્રણ આપી રહી છે.

મળતી વધુ વિગત પ્રમાણે આમંત્રણ પત્રમાં અપીલ કરવામાં આવી રહી છે કે લાંબા સંઘર્ષ બાદ રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી પોષ શુક્લ દ્વાદશીના રોજ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.
અયોધ્યામાં હાજર રહીને આ મહાન પ્રસંગના સાક્ષી બનવાની પ્રબળ ઈચ્છા છે. સંતોને 21 જાન્યુઆરી પહેલા અયોધ્યા આવવાની યોજના બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. જો તમે મોડા પહોંચશો તો તમારે સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.