- G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ બેઠક
- આ પ્રથમ બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે
દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકોના દોર શરુ છે. વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને આપણે જી 20 તરીકે ઓળખીએ છીએ એક વર્ષ દરમિયાન ભારતને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વૈશ્વિક એજન્ડામાં યોગદાન આપવાની તક લઈ રહ્યું છે.ત્યારે કૃષિ સમૂહની બેઠક પણ આજથી શરુ થશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતની અધ્યક્ષતામાં G-20 જૂથના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ બેઠક આજથી ઈન્દોરમાં યોજાવા જઈ રહી છે. 13-15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ બેઠકમાં જૂથના સભ્ય દેશો, અતિથિ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ 100 પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે. આ બેઠકમાં ઈટાલી, જાપાન, ઈજીપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, ચીન, કેનેડા, બ્રાઝીલ સહિતના ઘણા દેશોના 89 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા
આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બેઠકમાં પ્રથમ દિવસે ચર્ચા માટે બે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બેઠકમાં ભાગ લેશે. ગ્રૂપ મીટિંગમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને બોલિયા સરકાર છત્રીથી રજવાડા સુધી હેરિટેજ વોકને પણ નિહાળશે.
આ સાથએ જ આ મિટિંગના મહેમાન બનેલા લોકો ખાસ ભોજન પીરસવામાં આવશે.ઇન્દોરના પ્રખ્યાત સરાફા, 56 શોપની સિગ્નેચર ડીશ પીરસવામાં આવશે. આ ઉપરાંત પ્રતિનિધિઓ માંડુની પણ મુલાકાત લેશે. ત્યાં પણ તેમને જહાજ મહેલ પર ભોજન સમારંભ આપવામાં આવશે. અહીં માંડુ પ્રવાસ દરમિયાન ખેતરોની મુલાકાત લેશે. જ્યાં કૃષિ તજજ્ઞો પણ પાકો, ખેતીની નવી તકનીકો વગેરે વિશે માહિતી આપશે.