અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિયની ટીમ હાલ ભારતમાં પ્રવાસે છે. ભારતના પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે 3 વન ડે મેચ રમાશે. આવતીકાલે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન શનિવારે બંને ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમમાં પ્રેકટીસ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પ્રથમ વન-ડે મેચ રમાશે. જેને લઈને બંને ટીમોનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. શનિવારે બંને ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રક્ટિસ પણ કરી હતી. રુષભ પંચ, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ મેદાનમાં પરસેવો પાડ્યો હતો. અમદાવાદ આવેલી બંને ટીમના ખેલાડીઓનો પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન, રીઝર્વ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને કોરોના થયો હતો. આ પછી હવે આ ખેલાડીઓ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે મેચની સિરીઝ રમવા જઈ રહ્યું છે. આ 3 વન ડે મેચની સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે બેટ્સમેન રોહિત શર્મા રહેશે.