કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર આવી સામે
દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને પગલે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ મુજબ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પાસે તેમના છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસનો રેકોર્ડ માંગવામાં આવશે, દરમિયાન કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર સામે આવી છે. આ તસવીર ઈટલીના રિસર્ચર્સએ જાહેર કર્યો છે.
The new Covid variant Omicron has many more mutations than the Delta variant, according to a first "image" of this new variant initially detected in South Africa, produced and published by the prestigious Bambino Gesu hospital in Rome https://t.co/qf3UA02zrC
— AFP News Agency (@AFP) November 28, 2021
ફોટો એ વાતની પુષ્ટી કરે છે કે, નવા સ્ટ્રેન મૂળ કોરોના વાયરસનું પરિવર્તિત રૂપ છે. ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોનમાં વધારે ન્યૂટેશંસ જોવા મળે છે. વિશ્વભરમાં સનસનાટી મચાવનાર આ વેરિયન્ટ કેટલો ચેપી અને જીવલેણ બીમારી આપે છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. બેબી જીસસ પેડિયાટ્રિક હોસ્પિટલએ આ ફોટો જાહેર કર્યો છે. તે ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટનું સ્પાઇક પ્રોટીન અને જમણી બાજુએ ઓમિક્રોન દર્શાવે છે. સંશોધકોના મતે, ઓમિક્રોનના મોટાભાગના મ્યુટેશન એ જ પ્રદેશમાં છે જે માનવ કોષોના સંપર્કમાં આવે છે. આફ્રિકન દેશોમાં કોરોનાના આ નવા વેરિએન્ટએ ખળભળાટ મચાવ્યો છે. ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ આ વેરિએન્ટના પગલે ફફડાટ ફેલાયો છે. ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને લઈને કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. ભારત સહિત દુનિયાના અન્ય દેશોએ નવા વેરિએન્ટને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.