નવી દિલ્હીઃ વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે બે મહિનાનો જ સમય છે અને 1લી જાન્યુઆરીથી નવુ વર્ષ પ્રારંભ થશે. ત્યારે નવા વર્ષમાં પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થશે. માર્ચ મહિનામાં યોજનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ થયા હતા. જેમાં પ્રથમ એપ્રિલમાં અને બીજું ઓક્ટોબર મહિનામાં થયું હતું. હવે નવા વર્ષમાં સૂર્યગ્રહણ ક્યારે અને ક્યારે થશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. નવા વર્ષના ત્રીજા મહિનામાં એટલે કે માર્ચમાં સૂર્યગ્રહણ થશે જે આંશિક સૂર્યગ્રહણ હશે. વર્ષ 2025માં આ ગ્રહણ 29 માર્ચે થશે, જે આંશિક રહેશે. આ ગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:13 વાગ્યે સમાપ્ત થશે. નવા વર્ષનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તે યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરમાં દેખાશે.