Site icon Revoi.in

ધૂળેટીના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિને છે ધનહાનિના યોગ?

Social Share

આ વર્ષે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી છે. ધૂળેટીના દિવસે એટલે કે 25 માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે હોળીના તહેવાર પહેલા કેટલાક મહત્વના ગોચર થઈ રહ્યા છે. તેની અસર 12 રાશિઓ પર પડવાની છે. જો કે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકશાનનો તબક્કો સાબિત થઈ શકે છે.

ધૂળેટીના અઠવાડિયા પહેલા એટલે કે 18 માર્ચે શનિ ઉદિત થશે. શનિના ઉદિત થવાની અસર તમામ રાશિઓ પર પડવાની છે. માર્ચમાં હોળી પહેલા સૂર્ય પણ કુંભમાંથી મીનમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં રાહુ વિરાજમાન છે. સૂર્યના ગોચરથી મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ બનશે. રાહુની સૂર્ય અથવા ચંદ્રની સાથેની યુતિ ગ્રહણયોગ બનાવે છે. તેને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં સૂર્ય-રાહુ મળીને જે ગ્રહણયોગ બનાવસે, તેની વિવિધ રાશિઓ પર પણ અસર જોવા મળશે॥

ચંદ્રગ્રહણ ધૂળેટીના દિવસે 25 માર્ચે 10.24 વાગ્યાથી બપોરે 3.01 વાગ્યા સુધી રહેશે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં પરંતુ તેમ છતાં તેની અસર જ્યોતિષશાસ્ત્ર મુજબ, લોકો પર થઈ શકે છે. 25મી માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. મીન રાશિમાં ગ્રહણ યોગના લીધે કેટલાક લોકો માટે આ સમય અશુભ સાબિત થઈ શકે છે.

કુંભ રાશિના જાતકોને થઈ શકે છે મુશ્કેલી

હોળીના તહેવાર પર ગ્રહો-નક્ષત્રોની જે સ્થિતિ બની રહી છે તે કુંભ રાશિના જાતકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. કુંભ રાશિના જાતકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેમના બનતા કામ અટકી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી પણ જરૂરી બની જાય છે. ખાસ કરીને ધંધા-વ્યવસાયમાં જાળવીને રહેવું જરૂરી છે કારણ કે આ યોગની અસર નોકરી ધંધામાં સમસ્યા લાવી શકે છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોને ધનની આવક પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ ધનહાનિ થવાની પણ શક્યતા છે. અણધાર્યા ખર્ચ આવી શકે છે.