- કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરીને આપી માહિતી
- બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈસ્પીડ રેલની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશન ઉભા કરવામાં આવશે. પ્રથમ સ્ટેશન સુરતમાં બાંધવામાં આવશે.
Surat, like it has always done, will break new ground and take India's progress to newer levels. #Surat will become the 1st station to be ready between Ahmedabad – Mumbai route for India's first futuristic High Speed Rail – the #BulletTrain project.https://t.co/rtUuOK9tPb
— Darshana Jardosh (@DarshanaJardosh) February 3, 2022
રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નવું કામ કરવામાં સુરત હમેશા અગ્રેસર હોવાનો મને ગર્વ છે. બુલેટ ટ્રેનના હાલ તૈયાર થઈ રહેલા 237 કિલોમીટર લંબાઈ ધરાવતા રેલમાર્ગ ઉપર 4 સ્ટેશન ઈમારત બાંધવાની કામગીરી ઉપડવામાં આવી છે, જે હેઠળ પહેલું સ્ટેશન સુરતમાં બંધાશે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જાપાનના સહયોગથી બની રહેલી આ બુલેટ ટ્રેન સેવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીના સમયમાં ઘટાડો થશે. આ રુટમાં કુલ 12 બુલેટ ટ્રેન સ્ટેશન બાંધવામાં આવનાર છે. જેમાં સુરત સ્ટેશનને પહેલાં બાંધવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાના આરે છે.