Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન સુરતમાં ઉભુ કરાશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈસ્પીડ રેલની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન માટે 12 સ્ટેશન ઉભા કરવામાં આવશે. પ્રથમ સ્ટેશન સુરતમાં બાંધવામાં આવશે.

રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નવું કામ કરવામાં સુરત હમેશા અગ્રેસર હોવાનો મને ગર્વ છે. બુલેટ ટ્રેનના હાલ તૈયાર થઈ રહેલા 237 કિલોમીટર લંબાઈ ધરાવતા રેલમાર્ગ ઉપર 4 સ્ટેશન ઈમારત બાંધવાની કામગીરી ઉપડવામાં આવી છે, જે હેઠળ પહેલું સ્ટેશન સુરતમાં બંધાશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જાપાનના સહયોગથી બની રહેલી આ બુલેટ ટ્રેન સેવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીના સમયમાં ઘટાડો થશે. આ રુટમાં કુલ 12 બુલેટ ટ્રેન સ્ટેશન બાંધવામાં આવનાર છે. જેમાં સુરત સ્ટેશનને પહેલાં બાંધવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાના આરે છે.