Site icon Revoi.in

દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ,મહારાષ્ટ્ર અને બિહારમાં 15 લાખ જેટલા લોકો પ્રભાવિત

Social Share

પટના :દેશમાં કોરોનાવાયરસની સ્થિતિથી હજુ પણ સંપૂર્ણ પણ રાહત મળી નથી. દેશમાં 4 લાખ જેટલા કેસ એક્ટિવેટ છે ત્યારે કુદરત દ્વારા વધુ એક ફટકો લાગ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે લાખોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને બિહારમાં પૂરના કારણે ત્રાહિમામ જેવી પરિસ્થિતિ છે, મહારાષ્ટ્ર અને ગોવામાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એરફોર્સ અને નેવીએ હવે મોરચો સંભાળી લીધો છે. મહારાષ્ટ્રમાં 48 કલાકમાં વરસાદનાં કારણે થયેલ તબાહીમાં 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બિહારનાં 11 જિલ્લાઓમાં વરસાદનાં કારણે તબાહી જેવી પરિસ્થિતિ છે. રાજ્યમાં 15 લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે જ્યારે 11 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.

કર્ણાટકમાં પણ ગંગાવલ્લી અને કાલી નદી તોફાની વાણી છે. ઉત્તર કન્નડ જિલ્લામાં પૂર્વ આવ્યું છે અને હેલિકોપ્ટર દ્વારા લોકોનાં રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. ગોવામાં પણ વરસાદનાં કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ગોવાના CM સાથે પ્રધાનમંત્રી મોદીએ ફોન પર વાતચીત કરીને માહિતી મેળવી છે. હજારો લોકો વરસાદનાં કારણે બેઘર થઈ ગયા છે.

જો વાત કરવામાં આવે ગુજરાતની તો છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ બનેલું હોય તે જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે વરસાદ આવી શકે તેવુ જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે.