- ગુલમહોરના ફૂલનું પણ કરી શકાય છે સવેન
- આ ફુલનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક
આમ તો દરેક વનસ્પતિમાં જૂદા જૂદા સ્વનાસ્થ્યલક્ષી ગુણો સમાયેલા હોય છે., લીમડો હોય કે પીપળો હોય કે પછી આંબો હોય કે ગુંદા કે વડ હોય દરેકના ઝાડ પાન આરોગ્યને ફાયદો પહોંતાડે છે તેની જ રીતે ગુલમહોરનું ઝાડ પણ આરોગ્ય માટે ફાયગાકારક સાબિત થાય છે તેના લાલ રંગના સુંદર દેખાતા ફુલોનું જો સેવન કરવામાં આવે તો ઘણ ીબીમારીઓનો નાશ થાય છે.
જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય અને તે વ્યક્તિ જો ગુલમહોર ખાય તો તેના વાળ ખરવાનું ઓછુ થઈ શકે છે. તેના પાનને એટલે કે ગુલમોહરના પાનને પીસીને પાવડર બનાવો, પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો અને તેને તમારા માથાની સ્કિન પર લગાવો. તેનો નિયમિત ઉપયોગ કરી શકાય છે.
ગઠિયાના દુખાવવામાં પણ ગુલમહોરના ફુલનો ઉકાળો રામબાણ ઇલાજ છે. આ સમસ્યામાં ગુલમહોરના ફુલને ગરમ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી ગઠિયાના દુખાવામાં પણ રાહત મળે છે.
વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન દવાનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે.
જો તમે અપચાની સમસ્યાથી પીડાતા હોવ તો તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઝાડા દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે ગુલમોહર વૃક્ષની છાલના પાવડરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો. તે તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે.
ક્યારેક પેટની ગરમીના કારણે મોઢામાં ચાંદા પડતા હોય છે અને તેનાથી અત્યંત અસ્વસ્થતા અનુભવી શકતા હોય છે, તેથી વહેલી તકે સારવાર ગુલમહોરના પાન લેવાની જરૂર છે કારણ કે તેનાથી ઝડપથી સાજા થવાય છે. ગુલમોહરની છાલનો થોડો પાવડર બનાવવો અને તેને મધ સાથે મિક્સ કરીને મોઢા રાખવાથી આ સમસ્યા દુર થાય છે.
ગુલમોહર તેમાં રહેલા ડાયાબિટીસ વિરોધી ગુણધર્મોને કારણે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં અસરકારક છે. તેના મિથેનોલ અર્કનો ઉપયોગ બ્લડ શુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.
જો કે આ એક આયુર્વેદિક પ્રકારનો ઉપાય છે જેના પર કોઈ દાવો કરતું નથી. કોઈ પણ વ્યક્તિએ કે જેમને આ પ્રકારની રીત અપનાવવી હોય તો તે વ્યક્તિએ પહેલા જાણકાર અથવા નજીકના ડોક્ટરની સલાહ જરૂર લેવી.