પોતાની શાનદાર બેટિંગથી મહાન બોલરોને ઘૂંટણિયે લાવનાર સચિન તેંડુલકર પોતે બોલર બનવા માંગતો હતો. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સચિન તેંડુલકરને ફાસ્ટ બોલર બનવાની ઈચ્છા હતી. તેની આ ઈચ્છા સાથે તેંડુલકર મુંબઈથી ચેન્નાઈ પેસ એકેડમી પહોંચી ગયો હતો. સચિનને આ પેસ એકેડમીમાં ટર્નિંગ પોઈન્ટ મળ્યો, ત્યારબાદ તેણે પોતાનું તમામ ધ્યાન બોલિંગ પર નહીં બેટિંગ પર કેન્દ્રિત કર્યું.
પેસ એકેડમીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેનિસ લિલીએ સચિન તેંડુલકરને ઝડપી બોલિંગ કરવાની મનાઈ કરી હતી. લીલીએ તેંડુલકરને સલાહ આપી કે તેણે બોલિંગને બદલે બેટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. આ પછી, તેંડુલકરે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક બની ગયો હતો. જોકે સચિન પાર્ટ ટાઈમ સ્પિનર તરીકે બોલિંગ કરતો હતો. તેણે ટેસ્ટમાં 46, વનડેમાં 154 અને T20 ઈન્ટરનેશનલમાં 1 વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બેસ્ટમેન સચિન તેંડુલકરે ક્રિકેટ ઈતિહાસમાં 100 જેટલી સદીઓ ફટકારી છે, એટલું જ નહીં પોતાના બેટથી સૌથી વધારે રન પણ ફટકારીને અનેક રેકોર્ડ સ્થાપિત કર્યાં છે.