નવી દિલ્હીઃ તમામ ક્રિકેટ ટીમના ખેલાડીઓ મોટી ઈનીંગ્સ રમવાની ઇચ્છા રાખે છે. કેટલાક ખેલાડીઓ વિસ્ફોટક બેટીંગથી રનનો વરસાદ કરે છે. જ્યારે અન્ય કેટલાક ખેલાડીઓ જે ઝડપથી રનીંગ કરે છે. ટીમ ઈન્ડિયાએ ક્રિકેટને સારા બેસ્ટમેન આવ્યાં છે. ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓ એવા છે જે ક્યારેય રન આઉટ થયા નથી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપીલ દેવે પોતાની બેટીંગ અને બોલીંગથી આગવી ઓળખ ઉભી કરી હતી. એટલું જ નહીં કપિલ દેવ બેટીંગ કરે ત્યારે બોલર પણ તેમનાથી ફફડતા હતા. કપિલ દેવ ભારતમાં ક્રિકેટને અલગ જ ઉંચાઈ ઉપર લઈ ગયા છે. તેમજ પોતાની ટેસ્ટ કેરિયરમાં તેઓ ક્યારેય રન આઉટ થયા ન હતી.
કપિલ દેવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 1982માં વર્લ્ડકપની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો. વર્લ્ડકપમાં કપિલ દેવે ઝીમ્બાબ્વે સામે સૌથી વધારે 175 રન કર્યાં હતા. કપિલ દેવ હંમેશા પોતાની વિસ્ફોટક બેટીંગ અને ઝડપી બોલીંગ માટે જાણીતા રહેશે. કપિલ દેવ ક્રિઝ ઉપર ઝડપથી દોડ લગાવતા હોવાથી તેઓ ક્યારેય રન આઉટ થયાં નથી. કપિલ દેવ ભારતના મહાન ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. તેમણે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા વધારી છે. કપિલ દેવએ ભારત તરફથી વર્ષ 1978માં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ મેચ રમ્યાં હતા. તેમણે 131 ટેસ્ટ મેચમાં 5248 રન બનાવવાની સાથે 434 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં કપિલ દેવે 1978થી લઈને 1996 સુધીના પોતાના 16 વર્ષના કેરિયરમાં એક પણ ન બોલ નાખ્યો નથી. કપિલ દેવ સિવાય અન્ય ચાર ખેલાડીઓ પણ એવા છે જેઓ ક્યારેય રનઆઉટ થયાં નથી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટર, ગ્રાહમ હિક, પાકિસ્તાનના મુદસ્સર નઝર અને ઈંગ્લેન્ડના કોલિંગવુડનો સમાવેશ થાય છે.
(Photo-File)