Site icon Revoi.in

અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી હાલ જર્મનીમાં જીવે છે આવી જીંદગી

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનોએ સત્તા સંભાળી લીધી છે. બીજી તરફ સ્થાનિકોમાં ભય ફેલાયો છે તેમજ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રીનો વીડિયો સામે આવ્યો છે. જેઓ હાલ જર્મનીમાં ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરીને જીવન ગુજારતા હોવાનું સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક સમયે અફઘાનિસ્તાનમાં શાનદાર જીંદગી જીવતા પૂર્વ સંચાર મંત્રી સૈયદ અહમદ શાહ સઆદત હાલ જર્મનીમાં પિઝા અને અન્ય ફૂડની ડિલીવરી કરીને ગુજરાન ચલાવી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સઆદત વર્ષ 2018 સુધી અફઘાન સરકારમાં મંત્રી હતી. ગયા વર્ષે નિવૃત્ત થયા અને જર્મની જતા રહ્યાં હતા. અહીં થોડા દિવસ જીવન ગુજાર્યા બાદ નાણા ખતમ થઈ જતા મુશ્કેલીઓ શરૂ થઈ હતી. હાલ તેઓ પિઝા ડિલીવરી બોયની નોકરી કરે છે અને પોતાનો ખર્ચ કાઢે છે. તેઓ જર્મનીમાં પોતાની સાઈકલ લઈને ફરે છે અને લોકોના ઘરે-ઘરે જઈને ભોજન સપ્લાય કરે છે.

તેઓ ભવિષ્યમાં ટેલેકોમમાં કામ કરવા ઈચ્છે છે. જે યુરોપની મોટી ટેલિકોમ્યુનિકેશન કંપની છે. તેમણે કહ્યું હતું કે, હાલ એક સાધારણ જીવન વિતાવી રહ્યો છું હું હાલ જર્મનીમાં પોતાની જાતને સુરક્ષિત અનુભવી રહ્યો છું. હું લીપઝિગમાં પરિવાર સાથે ખુશ છું. હું પૈસા બચાવીને જર્મનીમાં અભ્યાસ કરવા માંગુ છું. મે અનેક જગ્યાએ નોકરી માટે અરજી કરી છે પરંતુ હજુ સુધી ક્યાંથી જવાબ આવ્યો નથી. તેમણે તાલિબાન મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.