Site icon Revoi.in

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીને ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી, હાલત ગંભીર ,આરોપીની ધરપકડ

Social Share

દિલ્હીઃ-  વિશ્વભરના દેશોમાં હાલ રાજકરણ બાબતે અનેક ઘટનાો ઘટી રહી છે ક્યાંક રાજકરણમાં ઉથલ પાથલ છે તો ક્યાક નેતાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ શ્રેણીમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

જાપાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  શિંઝો આબે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઐતિહાસિક નારા શહેરમાં ગયા હતા. તેઓ સૂત્રોચ્ચાર સાથે રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સ્નાઈપરે તેમને પોતાનો શિકાર બનાવ્યા છે.

જાપાનની અગ્રણી મીડિયા સંસ્થા ‘ધ જાપાન ટાઈમ્સ’એ પણ આબેની ઈજાની પુષ્ટિ કરી છે. તેણે આબે પર ગોળી ચલાવવામાં આવેલી બે ગોળીઓની પુષ્ટિ કરી છે, તેમજ બે આરોપીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.

જાપાનના એક મીડિયા રિપોર્ટ મુજબ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઐતિહાસિક શહેર ક્યોટોની નજીક આવેલા નારા શહેરમાં હતા. આ ભાગ પશ્ચિમ જાપાનમાં આવે છે. નારા શહેર 9મી સદીમાં જાપાનની રાજધાની પણ હતું. જ્યારે તેઓ સ્પટેજ ડી ગયા ત્યારે આબે આ શહેરમાં એક સરનામું આપી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેને 2 ગોળી વાગી છે. એક ગોળી તેની છાતીમાં વાગી છે. તેની હાલત ગંભીર છે. જોકે, તેને હમણાં જ હોસ્પિટલમાં  સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે  શિંજોએ થોડા મહિના પહેલા જ જાપાનના વડાપ્રધાન પદ છોડી દીધું હતું.