શ્રધ્ધા અને આસ્થાથી શ્રીકૃષ્ણના આ મંદિરોના દ્વારે જતા ભક્તોના ચમકી જાય છે નસીબ
જે રીતે ભગવાન ભોલેનાથના ભક્તોની સંખ્યા કરોડોમાં છે જેને માપી શકાય નહી તેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ ભક્તોની સંખ્યા કરોડોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી તો ભાગ્ય કોઈ વ્યક્તિ આ વિશ્વમાં અજાણ હશે એવામાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો કહે છે કે આજે પણ ભારત દેશમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરમાં જો આસ્થા અને શ્રધ્ધાથી પ્રાર્થના કરો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી વાત સાંભળે છે અને તમારા નસીબ પણ ચમકી જાય છે.
જો વાત કરવામાં આવે શ્રી કૃષ્ણ ભગવાનના દ્વારકા મંદિરની તો દ્વારકામાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણનું આ ધામ, ભારતની પ્રાચીન પુરીઓમાંની એક, તેમના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાધીશના રૂપમાં પૂજા કરવામાં આવે છે. કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ આ પવિત્ર તીર્થને તમામ દુ:ખો અને પાપોથી તારનાર માનવામાં આવે છે.
આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ મંદિરોમાંનું એક વૃંદાવનમાં આવેલું બાંકે બિહારી મંદિર છે. ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ દેશ-વિદેશમાંથી હજારો લોકો અહીં પહોંચે છે. આ મંદિર સ્વામી હરિદાસે 1864માં બંધાવ્યું હતું.
જો ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં મથુરા નગરીમાં થયો હતો.જ્યાં તેમનો જન્મ થયો હતો તે સ્થાન આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર તરીકે ઓળખાય છે. જ્યાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર પણ અહીં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભારે ભીડ જામે છે.
આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.