1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NMCના નવા નિયમથી હવે બોટાદ, વેરાવળ અને ખંભાળિયામાં મેડિકલ કોલેજનું ભાવિ ધુંધળુ
NMCના નવા નિયમથી હવે બોટાદ, વેરાવળ અને ખંભાળિયામાં મેડિકલ કોલેજનું ભાવિ ધુંધળુ

NMCના નવા નિયમથી હવે બોટાદ, વેરાવળ અને ખંભાળિયામાં મેડિકલ કોલેજનું ભાવિ ધુંધળુ

0
Social Share

અમદાવાદઃ નેશનલ મેડીકલ કાઉન્સિલના અંડરગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન બોર્ડ દ્વારા ન્યુનતમ સ્ટાન્ડર્ડ જરૂરિયાતમાં દરેક રાજયમાં દશ હજારની વસતી દીઠ એક બેઠક ફાળવવાની માર્ગદર્શિકા જારી કરી છે. આ નવા નિયમોને લીધે ગુજરાતને હવે એકપણ નવી મેડીકલ કોલેજ મળે એવી શક્યતા નહીવત છે. કારણ કે, ગુજરાતમાં ઓકટોબર 2023ની સ્થિતિએ 7050 અંડર ગ્રેજયુએટ મેડીકલ સીટ ઉપલબ્ધ છે. નેશનલ મેડિકલ કાઉન્સિલના નવા નિયમોથી ગુજરાતને સૌથી મોટો ફટકો પડે તેમ છે. રાજ્ય સરકારે બોટાદ, ખંભાળીયા તથા વેરાવળમાં બ્રાઉનફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ મેડીકલ કમીશનના નોટીફીકેશનથી ભાવિ અદ્ધરતાલ થઈ જવાની શંકા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઓકટોબર 2023ની સ્થિતિએ 7050 અંડર ગ્રેજયુએટ મેડીકલ સીટ ઉપલબ્ધ છે. સરકારી અને ખાનગી ક્ષેત્રની 39 મેડીકલ કોલેજોમાં 6850 તથા રાજકોટ એઈમ્સ અને વાઘોડીયાની સુમનદીપ વિદ્યાપીઠમાં 100 ટકા રાષ્ટ્રીય કવોટા ધરાવતી 200 બેઠકો છે. નેશનલ મેડીકલ કમીશનને મેડીકલ કોલેજોમાં વધુ પડતી સંખ્યા સામે લાલબતી ધરી છે. અને તેને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ મળે તથા શિક્ષણની શ્રેષ્ઠ ગુણવતા આપી શકાય તેવા હેતુ સાથે મેડીકલ સીટની સંખ્યા પર મર્યાદા નકકી કરવામાં આવી છે. કમીશનની માર્ગરેખા પ્રમાણે 10 લાખની વસતી દીઠ 100 મેડીકલ સીટ ઉપલબ્ધ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સાત કરોડની વસતી ગણવામાં આવે તો નવા નિયમ પ્રમાણે ગુજરાતનો કવોટા ખત્મ થઈ જાય છે. છેલ્લા વર્ષોમાં રાજયમાં નવી ચાર મેડીકલ કોલેજ સ્થપાઈ છે અને તેમાં 600 બેઠકો ઉમેરાઈ છે. નવા નિયમથી વધુ બેઠક કે નવી મેડીકલ કોલેજની શકયતા ધુંધળી બની જાય છે. સાત કરોડની વસતીની ગણતરીએ 7000 મેડીકલ સીટનો કવોટા નકકી થઈ શકે છે. જોકે મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક તથા રાજસ્થાન જેવા રાજયોની સરખામણીએ ગુજરાતમાં મેડીકલ બેઠકો ઓછી છે. આ જ કારણોસર રાજય સરકારે દરેક જિલ્લામાં એક-એક મેડીકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. નેશનલ મેડીકલ કોલેજના નવા નિયમથી ગુજરાતના મેડીકલ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અન્ય રાજયોમાં જવુ પડે તેવી સ્થિતિ સર્જાશે. દાહોદ તથા કચ્છમાં સરકારે મેડીકલ કોલેજ- હોસ્પિટલ માટે ખાનગીક્ષેત્ર સાથે કરાર કર્યો હતો. બોટાદ, ખંભાળીયા તથા વેરાવળની ત્રણ નવી કોલેજો માટે 11 અરજદારો સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે તેવા સમયે નવો નિયમ કેવી અસર કરશે તે વિશે તબીબી ક્ષેત્રમાં અનેકવિધ ચર્ચા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code