- G-20 દેશોનું શિખર સમ્મેલન
- વર્ષ 2023માં આ સમ્મેલન ભારતમાં યોજાશે
- આ સમ્મેલનમાં વૈશ્વિક મુ્દ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવેશે
જી -20 સમિટ આવનારા વર્ષ 2023 માં ભારતમાં આયોજીત કરવામાં આવનાર છે. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ સહીતના તમામ મુદ્દાઓ જેવા કે આતંકવાદ, માનવ તસ્કરી, ગ્લોબલ વોર્મિંગ વગેરે પર વૈશ્વિક અભિપ્રાય આપવામાં આવતો હોય છે.
જી -20ની સ્થાપના વર્ષ 1999મા આતંરરાષ્ટ્રીય નાણાકિંય સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી, જી અટલ્ કે તેનો અર્થ ગૃપ થાય છે, આ સમિટિમા માધ્યમથી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવા માટે તેમજ તમામના અભિપ્રાયો જાણવા માટે અનેક ઈન્ટરનેશનલ સલંગઠન બનાવવામાં આવ્યા છે, આ સંગઠનોમાં એક છે .
જી -20 જૂથમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો અમેરિકાનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો મળીને વિશ્વના જીડીપીનો 85 ટકા હિસ્સો બનાવે છે.
ઉલ્લેખનીય છે કે 15 મું જી-20 સમ્મેલન 21 અને 22 નવેમ્બરના રોજ યાજાયું જેની અધ્યક્ષતા સાઉદી અરબ એ કરી હતી, ત્યારે હવે આવનારા જી 20 સમ્મેલનનું ધ્યાન કોરોના મહામારીના પ્રભાવ, ભવિષ્યની સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પૂનર્જીવીત કરવાના પગલાઓ પર કેન્દ્રીત હશે.
એવી આશા સેવાઈ રહી છે કે, જી -20 આ સમિટમાં આર્થિક રાહતનો કાર્યક્રમ રજૂ કરી શકે છે. બીજા ફાયદા તરીકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારી પરિષદમાં, G 20 ગરીબ દેશો પરના દેવાના બોજને ઘટાડવાની યોજના રજૂ કરી શકે છે.
સાઉદીમાં આયોજીત જી 20 સંમેલનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે. આપણી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવીને સમુદાયોને સામૂહિક અને આત્મવિશ્વાસ સાથે કટોકટી સામે લડવામાં મદદ કરવામાં આવશે.
સાહીન-