દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશભરના અનેક સ્થળો પર અનેક બેઠકો યોજાઈ રહી છે જેમાંથી જી 20 દેશના નેતાઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે જી 20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનો ગોવા ખાતે આજથી આરંભ થવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની છેલ્લી બેઠક આજરોજ સોમવારથી ગોવામાં યોજાશે. આ ચાર દિવસીય બેઠક છે જે 22 જૂન સુધી ચાલશે. આ બેઠકમાં જી-20 દેશોના પ્રવાસન મંત્રીઓ ભાગ લેવા જઈ રહ્યા છે.
પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક માટે આઠ દેશોના 150 પ્રતિનિધિઓની નોંધણીની પુષ્ટિ કરવામાં આવી છે.આ કાર્યક્રમ દરમિયાન દ્વિપક્ષીય બેઠકો થશે, જેમાં ભારત અને અમેરિકા વચ્ચેની એક બેઠક પણ સામેલ છે. ગોવામાં કાર્યકારી જૂથની બેઠક અને પ્રવાસન મંત્રીઓની બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક વૃદ્ધિને મજબૂત કરવાનો, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો છે.
આ સહીત પ્રવાસન મંત્રાલય દ્વારા ક્રુઝ ટુરિઝમ, ગ્લોબલ ટુરીઝમ પ્લાસ્ટિક ઇનિશિયેટિવ અને જાહેર ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ પહેલ પર સાઇડ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ વી વિદ્યાવતીએ આ અંગે માહિતી આપી હતી.
પ્રવાસન ક્ષેત્રે ક્રુઝ ટુરિઝમ અને પ્લાસ્ટીકની સર્ક્યુલર ઈકોનોમી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. એક પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય પર્યટન મંત્રાલયના સચિવ વી વિદ્યાવતીએ જણાવ્યું હતું કે કાર્યકારી જૂથ ચાર દિવસીય બેઠક દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે એક વાહન તરીકે પ્રવાસન માટે ગોવા રોડમેપ પસાર કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસન કાર્યકારી જૂથની ચાર દિવસીય બેઠક દરમિયાન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે રોડમેપ પસાર કરવામાં આવશે. પ્રવાસન મંત્રાલયે પ્રવાસન કાર્યકારી જૂથના બે મુખ્ય ડિલિવરેબલ્સને અંતિમ સ્વરૂપ આપવામાં સકારાત્મક પ્રગતિ કરી છે. આ પહેલા તેને લઈને 3 બેઠકો યોજાઈ ચૂકી છે.
ભારતના G20 પ્રવાસન ટ્રેક હેઠળ, પ્રવાસન કાર્યકારી જૂથ ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, પ્રવાસન MSME અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટના પાંચ ઇન્ટરકનેક્ટેડ પ્રાથમિકતા ક્ષેત્રો પર કામ કરી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે ક્રુઝ ટુરિઝમ અને પ્લાસ્ટીકની સર્ક્યુલર ઈકોનોમી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.