1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના પીરાણા નજીક આવેલો કચરાનો ડુંગર ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ હટાવી દેવાશે
અમદાવાદના પીરાણા નજીક આવેલો કચરાનો ડુંગર ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ હટાવી દેવાશે

અમદાવાદના પીરાણા નજીક આવેલો કચરાનો ડુંગર ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ હટાવી દેવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરભરમાંથી એકત્ર કરાતો કચરો પીરાણા નજીક ઠાલલવામાં આવતો હતો. તેના લીધે કચરાના કચરાના ડુંગરો ખડકાઈ ગયા હતા. કચરાના ડુંગરો હટાવવા માટે આજુબાજુના નાગરિકોની માગ ઊઠી હતી. દુર્ગંધ મારતા કચરાને લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થયા હતા. આખરે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મહિનાઓથી કચરો હટાવાની કામગીરી ચાલી રહી છે. અને  50 ટકા વધુ કચરાનો ડુંગર દૂર થઈ ગયો છે. શુક્રવારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન ભરત પટેલ સાથે પીરાણા બાયો માઇનિંગ પ્રોજેકટની મુલાકાત લીધી હતી. ચોમાસાનાં કારણે બાયો માઇનિંગ પ્રોસેસીંગ કામગીરી બંધ કરવામાં આવી હતી. જેથી જે પણ બંધ મશીનો અથવા યોગ્ય રીતે જે મશીનો કામ નથી કરતાં તેને જરૂરી રીપેરીંગ – અપગ્રેડેશન કરી બાયોમાઇનીગની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. અને આગામી ડિસેમ્બર સુધીમાં કચરાના ડુગરો દુર કરી દેવાશે.

એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે દૈનિક 30 મેટ્રીક ટન પ્રોસેસીંગ કેપેસિટીનાં 60 અને 1000 મેટ્રીક ટન કેપેસિટીનાં 09 ઓટોમેટેડ ટ્રોમેલ એમ કુલ 69 ટ્રોમેલ મશીનોથી કચરાને બાયો માઈનિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દૈનિક અંદાજે 30000 મેટ્રીક ટનથી વધારે લીગાસી વેસ્ટ 2 શિફ્ટમાં પ્રોસેસ થાય છે. જે મુજબ આજ દિન સુધીમાં 95 લાખ મેટ્રીક ટનથી વધારે ક્ચરાને પ્રોસેસ કરી 35 એકર જેટલી અજમેરી ડમ્પ સાઇટની જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે. આ મુજબની કામગીરીને યુધ્ધનાં ધોરણે પર લઇ જઈ કરવામાં આવે તો ડિસેમ્બર – 2023 સુધીમાં ડમ્પસાઇટ શહેરમાંથી દુર કરી શકાશે. અને આ માટેની સુચના પણ આપી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના પીરાણા ખાતેના બાયોમાઇનીંગ સાઇટ વિઝીટ બાદ રોજેરોજ પ્રતિ પ્લાન્ટ 1000 મેટ્રિક ટન કચરામાંથી વીજળી બનાવવાનાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જેમાં જિંદાલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા શરૂ કરવામાં આવેલા સિવીલ કન્સ્ટ્રક્શનની કામગીરી ઝડપથી પુર્ણ કરી પ્લાન્ટને સમય-મર્યાદામાં શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code