Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 17 દિવસ બાદ બંધ કરાયા, હાલ જળસપાટી 138,06 મીટર

Social Share

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ઉપરવાસના વરસાદ તેમજ એમપીના ઈન્દિરાસાગર અને ઓંમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમ ઓવરફ્લો બનતા નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. અને હવે 17 દિવસ બાદ નર્મદા ડેમના દરવાજા બંઘ કરી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમમાં 56 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. દરવાજા બંધ કરવામાં આવતા હવે જળસ્તરનો વધારો થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 56000 ક્યુસેક છે. અને ડેમની જળસપાટી 138.06 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક ઘટતા 17 દિવસ બાદ નર્મદા ડેમના દરવાજા બંઘ કરી દેવામાં આવ્યા છે. દરવાજા ફરીથી હાલમાં બંધ કરવામાં આવ્યા છે. દરવાજા બંધ કરવામાં આવતા હવે જળસ્તરનો વધારો થઈ રહ્યો છે. RBPH માં થઈને પાણીની જાવક નદીમાં થઈ રહી છે. 42 હજાર ક્યુસેક પાણીની જાવક નદીમાં થઈ રહી છે. 17 દિવસથી સતત નદીમાં દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. નર્મદામાં તાજેતરમાં જ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નિચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ નર્મદા ડેમ 98 ટકાની આસપાસ ભરાઈ ગયો છે. અને ડેમના દરવાજા બંધ કરાતા મોટી રાહત સર્જાઈ છે. કેનાલમાં પણ હાલમાં 11 હજાર ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે.