Site icon Revoi.in

યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા બંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા કેટલાક જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેમજ હવે ધાર્મિક સ્થળો પણ હવે ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 17મી જાન્યુઆરીના રોજ મા અંબાજના પ્રાગ્ટયોત્વને પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, ભક્તો ઓનલાઈન માતાજીના દર્શન કરી શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દરવાજા તા. 22મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે. આમ ભક્તો  22 જાન્યુઆરી સુધી માતાજીના દર્શન કરી શકશે નહીં. જો કે માતાજીની સવાર અને સાંજની આરતીના દર્શન સોશિયલ મીડિયા થકી જીવંત નિહાળી શકાશે. આ સાથે અંબાજીમાં 17 જાન્યુઆરીએ માં અંબાના પ્રાગ્ટ્યોત્સના તમામ કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે. ઉપરાંત ગબ્બરથી અંબાજી મંદિરની જ્યોતયાત્રા તથા ચાચરચોકની આરતી પણ કરાશે નહીં. તેમજ માં અંબેની શોભાયાત્રા તેમજ માતાજીની નગરયાત્રા પણ મુલતવી રાખવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.