- કોરોનાની જંગમાં મહિલાઓનો મહત્વનો ફાળો
- ટેસ્ટ કીટ બનાવતી કંપનીનું મહિલાઓ કરે છે નેતૃત્વ
- 6 મહિલાઓની મહેનતથી મહિનાની 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બને છે
- આ ટેસ્ટ કીટ જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવે છે
અમદાવાદઃ- સમય બદલાયો છે, હવે અનેક ક્ષેત્રમાં મહિલાઓ પણ કાર્યરત થઈ છે, ખાનગી કંપનીઓ હોય, સરકારી કાર્યાલયો હોય કે પછી ગૃહ ઉદ્યોગો હોય, દરેક જગ્યાએ હવે મહિલાઓનું નેતૃત્વ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે, એક સ્ત્રી ઘારે તો શું ન કરી શકે? એવું જ ઉદાહરણ એક સંસ્થાની 6 મહિલાઓએ પુરુ પાડ્યું છે, એકલે હાથે તેઓ ટેસ્ટ કીટનું નિર્માણ કરીને સમાજને મદદરુપ થઈ રહી છે, કોરોનાકાળમાં આ મહિલાઓ કોરોના સામે યુદ્ધના સાધન સમાન ગણાતી ટેસ્ટ કીટ બનાવવામાં માહિર છે, વડોદરા શહેરની આરટીપીસીઆર કીટનું નિર્માણ કરતી મહિલાઓ થકી ચાલતી સંસ્થા, જેનું નામ છે ‘કોસેરા ડાઈગ્નોસીસ સંસ્થા’
વડોદરાની આ સંસ્થામાં આ મહિલાઓની શ્રેષ્ઠ કાર્યશૈલી અને કુશળતાના આપણાને દર્શન થાય છે.આ સંસ્થાની મહિલાઓ દ્વારા દર મહિને 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટનું નિર્માણ કરીને સમાજને આ અગત્યની ભેટ આપવામાં આવે છે,અને કોરોનાકાળની આ લડાઈમાં તેઓ યોદ્ધા બનીને ઉભરી આવે છે.
‘કોસેરા ડાઈગ્નોસીસ સંસ્થા’ના સિનિયર મેનેજર ડોક્ટર સ્વપનાલી કુલકર્ણી, ક્વોલિટી અસ્યુરન્સ જુલી તહીલરામાની , પ્રોડક્શન હેડ કેશા પરીખ, ક્વોલિટી કન્ટ્રોરોલ ઓફિસર કિર્તી જોશી તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જુનિતા વર્મા અને જાનકી દલવાડી, આ તમામ મહિલાઓએ એકબીજાના સહયોગથી હાલ કોરોનાની કપરી પસ્થિતિમાં કોરોનાની લડાઈમાં ખાસ જરુરી એવી આરટીપીસીઆર કીટ બનાવવાનું બીડુ ઝડપ્યું છે.
આ વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી સમસ્યાઓ વચ્ચે દેશની સેવામાં અવિરત પણે કાર્ય કરે છે, સતત કાર્ય કરતી આ મહિલાઓ સમાજને આરટીપીસીઆરની કીટનું યોગદાન કરીને પોતાના સમયની પરવાહ ન કરીને એક ખાસ ભેટ આપી છે.
આ સ્ટાર્ટઅપ નારી તું નારાયણીનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય, આ સંસ્થામાં 6 મહિલાઓનું ઉચ્ચ શિક્ષણ, સૂઝબુજ ,કંઈક કરી બતાવાની ધગસ, પોતાના અનુભવ અને એક ટીમવર્ક તરીક કાર્ય કરવાની સમજના પરિણામે આ નવું સ્ટાર્ટઅપ હાલમાં જરુરિયાતના સમયે દર મહિને 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ આરટીપીસીઆરનું ઉત્પાન કરે છે, આ સાથે જ આ ટેસ્ટ કીટ દેશના અનેક રાજ્યોને પુરી પાડવામાં આવે છે.
આ મહિલાઓની ધગસ અને કાર્યને લઈને જીલ્લા કલેક્ટરે તેમનું સમ્માન પણ કર્યુ છે, તેમના પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરી છે, મહિલાઓની કાર્યની જો વાત કરીએ તો તેઓ સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને કીટનું નિર્માણ કરે છે, પરંતુ હાલ જે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કીટની માંગ પણ વધી છે તો આવા સમયે આ મહિલાઓ સવારે વહેલા આવીને મોડી રાત સુધી પણ કીટના નિર્માણ કાર્યમાં જોતરાય જાય છે , પોતાના સમયની પરવાહ કર્યા વિના અવિરતપણે તેઓ કાર્યશીલ રહીને સમાજને કીટનું યોગદાન આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.
આ કંપનીની મહિલાઓ એકબીજાના સાથસહયોગથી કાર્ય કરે છે, આ સંસ્થા ભાગ્યે જ એકાદ દિવસ બંધ રહી હશે બાકી સતત મહિલાઓ દ્રારા કીટ બનાવવાનું નિર્માણ કાર્ય સતત ચાલું રહ્યું છે, મહત્વની વાત તો એ છે કે સતત કોરોનાકાળથી આ સંસ્થાની આ મહિલાઓ કોરોનાની જંગ સામે પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે.
સાહિન-