લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બહરાઈચમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેનના સંઘર્ષની તરફ ઈશારો કર્યો હતો. તેમણે સભામાં કહ્યું હતું કે, તમે જોઈ શકતા હશો કે દુનિયામાં હાલ કેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. આવામાં ભારતનું તાકાતવર થવું ખુબ જરૂરી છે. આપનો એક-એક મત ભારતને તાકાતવર બનાવશે.
પીએમ મોદીએ કહ્યું કે, સ્કૂલમાં જો માસ્ટર મજબુત હોવો જોઈએ, જે તે વિસ્તારનો પોલીસ અધિકારી પણ મજબુત હોવો જોઈએ, એવી જ રીતે દેશ અને રાજ્યની જવાબદારી પણ મજબુત ખભા ઉપર હોવી જરૂરી છે. સુહેલદેવની આ ધરતી ઉપર તમામ લોકોનો એક-એક વોટ દેશને મજબુત બનાવશે. આપણે તમામ સંઘર્ષોનો સામનો કર્યો છે દરેક ભારતીયનો ધ્યેય વિકસિત અને સમુદ્ધ ભારત છે આ સમુદ્ધ ભારત માટે ઉત્તરપ્રદેશ વિકસિત અને સમુદ્ધ હોવાનું જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2014થી 2017 સુધી પરિવરવાદીઓનું કામ, કારોબાર અને કારમાના નજીકથી જોયા છે. જ્યારે પોતાના સ્વાર્થ માટે પરિવારવાદીઓની સરકાર જનતાના હિતોને સ્વાહા કરી દે ત્યારે દુઃખ થાય છે. 2017 પહેલા બસ્તી, ગોંડા, બહરાઈચ અને બલરામપુરના લોકોએ અનેક ભેદભાવ અનુભવ્યાં છે. પરંતુ યોગીજીની સરકાર પાંચ વર્ષથી જે પ્રયાસ કરી રહી છે તેનાથી આપના જીવનમાં શાંતિની સાથે ગરીબોને સન્માન મળશે. ભાજપ સરકારના પ્રયાસોના કારણે જ હાલ ઉત્તરપ્રદેશમાં ડરનો માહોલ દૂર થયો છે. જેથી વિકાસના રસ્તા ખુલ્યાં છે. ઉત્તરપ્રદેશ હાલ જે વિકાસના રસ્તા ઉપર ચાલી રહી છે જેમાં ડબલ એન્જિનની સરકાર ખુબ જરૂરી છે. ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.