- કોરોના વાયરસની વેક્સીનને લઇને સારા સમાચાર
- જોનસન અને જોનસન કંપની વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો કરશે શરૂ
- ત્રીજા તબક્કામાં 60,000 લોકો પર વેક્સીનની ટ્રાયલ કરાશે
કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર મળી રહ્યા છે. પ્રખ્યાત દવા કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તે પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલના ત્રીજા તબક્કાને શરૂ કરી રહી છે. કંપની અનુસાર પ્રારંભિક તબક્કામાં વેક્સીને સકારાત્મક પરિણામો આપ્યા છે. ત્રીજી ટ્રાયલમાં 60,000 લોકો પર વેક્સીનની ચકાસણી કરવામાં આવશે. તે માટે અમેરિકા અને બાકી દુનિયામાં 200 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે.
જોનસન એન્ડ જોનસનની વેક્સીન દુનિયાની દસમી એવી કોરોના વેક્સીન બની ગઇ છે જે ફેસ 3 ટ્રાયલમાં પહોંચી છે. કંપની અનુસાર જો બધુ ઠીક રહ્યું તો વર્ષ 2021ની શરૂઆતમાં આને ઇમરજન્સી અપ્રુવલ મળી જશે.
ડિસેમ્બર સુધીમાં તે સ્પષ્ટ થઇ જશે કે રસી અસરકારક છે કે કેમ. કંપનીએ આ આશાવાદ વ્યક્ત કર્યો હતો. મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાએ પણ આ સમય સુધી વેક્સીનની અસર વિશે વાત કરી છે. ફાઇઝરએ જણાવ્યું કે તે ઓક્ટોબર સુધીમાં વેક્સીનની અપડેટ કરશે.
સિંગલ ડોઝ પર આધારિત રસી
જોનસન એન્ડ જોનસનની રસી શરદી-ખાંસી એડનોવાયરસની એક સિંગલ ડોઝ પર આધારિત ચે. તેમાં નવા કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનનો પણ સમાવેશ થાય છે. કંપનીએ ઇબોલો વેક્સીન માટે પણ આ જ તકનીકનો ઉપયોગ કર્યો હતો, જેને આ વર્ષે જુલાઇમાં યુરોપિયન કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જોનસન એન્ડ જોનસન રસી સંબંધિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકનોને રસી પરીક્ષણમાં જોડાવાની અપીલ કરીએ છીએ, તે દેશ માટે ખૂબ સારું કામ હશે. તે જ રીતે, ફાર્માસ્યુટિકલ કંપનીના ચેરમેન એલેક્સ ગોર્સ્કીએ કહ્યું હતું કે, અમારો હેતુ કોવિડ -19 રોગચાળાને સમાપ્ત કરવાનો છે.
(સંકેત)