Site icon Revoi.in

સંસદને સારી રીતે ચલાવવા માટે તમામ પક્ષો અને સાસંદોને સરકારે અપીલ કરી

Social Share

નવી દિલ્હીઃ જોર શોરથી લોકસભાના સત્રની તૈયારીમાં લાગે લી કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષો અને સાંસદોને ટીમ ઇન્ડીયા બની સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તેવી અપીલ કરી છે.લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઓછી થવા મુદ્દે વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીની નૈતિક હાર હોવાનુ નિવેદન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામા રાજકીય પક્ષોને મળી સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા અપીલ કરતાં કહ્યુ કે જનાદેશ એકદમ સ્પષ્ટ છે.જનતાએ એનડીએ ગઠબંધનને દેશ ચલાવવા માટે જનાદેશ આપ્યો છે અને વિપક્ષી દળોને વિપક્ષની ભુમિકા ભજવવાનો જનાદેશ આપ્યો છે. એટલા માટે સરકાર અને વિપક્ષ બંનેની ભુમિકા મહત્વની છે અને દેશ માટે બંનેએ મળીને કાર્ય કરવું જોઇએ. તેમણે કહ્યુ કે સરકાર ઉચ્ચ ગુણવત્તા વાળી ચર્ચા સાથે સંસદને યોગ્ય રીતે ચલાવવા માટે તમામ રાજકીય પક્ષો અને સાંસદો સાથે મળી કામ કરવા માટે સકારાત્મક રીતે તપત્પર છે.

કિરણ રિજિજુએ વર્ષ 2000માં તત્કાલીકન પ્રધાનમંત્રી અટલબિહારી વાજયેપી દ્વારા લોકસભામાં આપવામાં આવેલા પ્રવચનના એક ભાગને સોસીયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ કે 18મી લોકસભાનું પહેલુ સત્ર 24 જુન 2024 થી શરૂ થાય છે.મને આશા છે કે તમામ નવ નિયુક્ત સાંસદ રાષ્ટ્રની સેવા કરવા માટે, ભારતીય સંસદની સમૃધ્ધ પરંપારઓને જાળવી, તેનુ ગૌરવ વધારવા અને ગરીમા જાળવવા માટે યગદાન આપશે.

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ, લોકસભા અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિના સંબોધન અને તેના પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યું છે. તો રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. લોકસભા સત્રના પ્રથમ બે દિવસ એટલે કે 24 અને 25 જૂને લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદો સભ્યપદના શપથ લેશે. સાંસદોનો શપથ ગ્રહણ કાર્યક્રમ પૂરો થયા બાદ 26 જૂને લોકસભાના નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.