અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તે માટે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હારલ રાજ્યની 98 જેટલી કોવિડ લેબોરેટરીઓ કાર્યરત છે. આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.રાજ્ય સરકાર ડેશ બોર્ડ ઉભું કર્યું છે, જેમાં રોજના કોરોના કેસો મૃત્યુઆંક રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ રાજ્ય કોરોનાની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો છે.
કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ હતી. જેની સુનાવણીમાં રાજ્ય સરકારે એફિડેવીટ રજૂ કર્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે, ઓક્સિજનની ઉભી થયેલી અછતને પહોંચી વળવા સરકાર સક્ષમ છે. રાજ્યમાં 27 સરકારી અને 66 પ્રાઈવેટ લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરી છે તેમજવસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં પણ આ વ્યવસ્થા કરી ઉભી કરી રહ્યા છે. રાજ્યમાં 79444 કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં અલગ બેડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આગામી દિવસોમાં GMDCમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.અમદાવાદની સમરસ હોસ્પિટલમાં 500 તેમજ નિકોલ 120 બેડની હોસ્પિટલ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.