Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે 24 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી

Social Share

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર પહેલા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક 24 નવેમ્બર, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર, 2024ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધિન, સત્ર 20 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે. 26 નવેમ્બર, 2024ના રોજ “બંધારણ દિવસ” નિમિત્તે લોકસભા અને રાજ્યસભાની કોઈ બેઠક નહીં હોય.

આ વખતે શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે મણિપુરની હિંસા સહિતના મુદ્દા ઉપર સરકારને ઘેરવા માટે તૈયારીઓ કરી હોવાનું જાણવા મળે છે.