Site icon Revoi.in

સરકારે 15 ફેબ્રુઆરી સુધી વધારી FASTag ની ડેડલાઇન

Social Share

અમદાવાદ: સરકારે FASTagની ડેડલાઇનને લઈને વાહન માલિકોને થોડી રાહત આપી છે. હવે દેશભરમાં ફોર વ્હીલર્સ માટે FASTag ની ડેડલાઇન 15 ફેબ્રુઆરી 2021 સુધી વધી ગઈ છે. અગાઉ NHAI તરફથી કહેવામાં આવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી કેસ ટોલ કલેક્શન બંધ કરવામાં આવશે. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે.

FASTag ને 1 ડિસેમ્બર 2017 બાદ નવી ફોર વ્હીલર્સ માટે રજીસ્ટ્રેશનના સમયે જ ફરજિયાત બનાવ્યો હતો. આ સમગ્ર નિર્ણયને અમલમાં મૂકવા માટે સરકારે સેન્ટ્રલ મોટર વાહન અધિનિયમ -1989 માં સંસોધન કર્યું હતું.

અત્યાર સુધીમાં 2.20 કરોડથી વધુ FASTag ફાળવવામાં આવ્યા છે. એક્સપર્ટનું માનવું છે કે, કોવિડ -19 ને કારણે લોકો કોન્ટેકટ લેસ ટ્રાજેક્શને વધારે પસંદ કરે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 24 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે,1 જાન્યુઆરી 2021 થી દેશના તમામ વાહનો માટે FASTag ફરજિયાત બનાવવામાં આવશે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ FASTag ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન,ફ્લિપકાર્ટ,સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે.

બેંક અને પેટ્રોલ પંપ પરથી પણ FASTag ને ખરીદી શકાય છે. બેંકમાંથી FASTag લેતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે, જે બૈંકમાં તમારું ખાતું છે, તેનાથી જ FASTag ખરીદો.

એનએચએઆઈના જણાવ્યા મુજબ, તમે FASTag ને કોઈપણ બેંકમાંથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. FASTag ને તમે ઓછામાં ઓછા 100 રૂપિયા સાથે રીચાર્જ કરાવી શકો છો.

-દેવાંશી