Site icon Revoi.in

સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 6 મહિના વધારી, હવે 31 માર્ચ 2022 છેલ્લી તારીખ

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકારે શુક્રવારે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર વધારી દીધી છે. PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જે હવે છ મહિના વધારીને 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 મહામારીને કારણે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે સમયમર્યાદા વધારી દેવામાં આવી છે, જે પાલનને સરળ બનાવશે.

પાનને આધાર સાથે જોડવા માટે આવકવેરા વિભાગને આધાર નંબર જણાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. ઉપરાંત આઇટી એક્ટ હેઠળ દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની નિયત તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. આ સિવાય, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ 1988 અંતર્ગત એડજ્યુડીકેટીંગ ઓથોરિટી વતી નોટિસ આપવાની અને ઓર્ડર આપવાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

જો આધાર કાર્ડને PAN સાથે લિંક કરવામાં ન આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે અને આ ઘણા નાણાકીય અને બિન-નાણાકીય કામોને અસર કરશે. નાણાં મંત્રાલયે આ માહિતી ઘણા સમય પહેલા આપી છે અને તેના આધારે બંને પેપર્સને ટૂંક સમયમાં જોડવાનું સૂચન કરવામાં આવ્યું છે. 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ITR માં PAN અને આધાર નંબરની ખોટી માહિતી આપવામાં આવે તો આવકવેરા વિભાગ દંડ પણ લગાવી શકે છે.