1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શહેરો માટે સીએનજી અને ઈલેક્ટ્રિક બસ માટે અપાતી ગ્રાન્ટમાં સરકારે કર્યો વધારો
ગુજરાતમાં શહેરો માટે સીએનજી અને ઈલેક્ટ્રિક બસ માટે અપાતી ગ્રાન્ટમાં સરકારે કર્યો વધારો

ગુજરાતમાં શહેરો માટે સીએનજી અને ઈલેક્ટ્રિક બસ માટે અપાતી ગ્રાન્ટમાં સરકારે કર્યો વધારો

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ત્રણ મ્યુનિ.કોર્પોરેશન  અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓમાં 1068 CNG અને 382  ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.

શહેરી વિકાસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત મ્યુનિ.કોર્પોરેશનનોને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા 12.50 રૂપિયાના સ્થાને હવે 18 રૂપિયા આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે. આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે, તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ 22 રૂપિયા અનુદાન પેટે અપાશે તેમજ VGF ઘટ ના વધુમાં વધુ 50 ટકા મળતા હતા તે વધારીને 75 ટકા પ્રમાણે અપાશે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ 25 રૂપિયાના સ્થાને હવે 30 રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય પણ કરાયો છે.  આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટની જે રકમ અગાઉ 50 ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ 60 ટકા મળશે. રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ 40 રૂપિયા અને ઘટ ની રકમના વધુમાં વધુ 75 ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ 2864 બસની કરેલી જોગવાઈઓ સામે 662 ઇ-બસ અને 1097 CNG એમ કુલ 1759 બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલી બસ સેવા પૈકી 382 ઇ-બસ અને 1068 CNG બસ હાલ કાર્યરત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code