Site icon Revoi.in

બકરી ઈદ પર પશુઓની હત્યાને લઈને આ રાજ્યમાં સરકારની કડક સૂચના જાહેર

Social Share

દિસપુર: બકરીઈદ પર દર વર્ષે હજારોની સંખ્યામાં બકરી અને અન્ય જાનવરોની હત્યા થઈ જાય છે. ધાર્મિક આસ્થાના નામ પર થતી હત્યાને લઈને આસામમાં સરકાર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. આસામમાં સરકાર ગેરકાયદે હત્યા અને બલિદાનને રોકવા સંબંધમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડને SOPનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. તેમાં જાનવરો અને જાનવરોના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

બકરીદ પહેલા આસામ સરકારે પ્રશાસક અને અધિકારીઓને ગાયો, વાછરડા, ઊંટ અને જાનવરોની ગેરકાયદેસર હત્યા પર રોક લગાવી દીધી છે.

આસામમાં ગત વર્ષે કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં અમુક નિશ્ચિત જગ્યા પર જ ગૌમાંસનું વેચાણ થઈ શકે, તેમાં બીફ ન ખાનારા સમુદાયના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ કાયદા અનુસાર, ગાય અને વાછરડાને મારી શકાય નહીં, સાથે જ 14 વર્ષથી વધારે ઉંમરના ઢોરને મારવાની પરવાનગી આપવામા આવી છે.

કાયદા મુજબ, કોઈ પણ વ્યક્તિ સક્ષમ અધિકારી દ્વારા આવું કરવાની પરિશનવાળી જગ્યા છોડીને કોઈ પણ રીતે સીધું વેચાણ અથવા ગૌમાંસના ઉત્પાદન ખરીદશે નહીં, ખાસ કરીને એવી જગ્યા જ્યાં હિન્દુઓ રહે છે અથવા તો હિન્દુઓ દ્વારા જે જગ્યા સ્થાપિત કરવામાં આવી હોય.કાયદો કહે છે કે તેની પરમિશન જૈન, સિખ અને અન્ય બિન બીફ ખાનારા સમુદાય, કોઈ પણ મંદિર, હિન્દુ ધર્મથી સંબંધિત અન્ય ધાર્મિક સંસ્થાઓ અથવા કોઈ અન્ય સંસ્થા અથવા ક્ષેત્રના 5 કિમીના દાયરામાં સક્ષમ અધિકારીઓ દ્વારા નિર્ધારિત જગ્યા ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઉલ્લંઘન કરવામા આવશે તો આરોપીઓને ત્યાં સુધી જામીન નહીં મળે, જ્યાં સુધી સરકારી વકીલ આ કેસ હાથમાં ન પકડે. આવી અરજીમાં સુનાવણી નવા કાયદા અનુસાર દોષિત ઠરતા વ્યક્તિને આઠ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ પણ થઈ શકે છે.