Site icon Revoi.in

એર ઈન્ડિયાનું સંચાલન જૂન મહિનાના આરંભથી સરકાર ટાટાના હાથમાં સોંપે તેવી સંભાવના

Social Share

દિલ્હી – ઘણા મહિનાથી સરકારી એર ઈન્ડિયાનું સ્ચાલન કોણ કરશે તે વાતને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી, ત્યારે હવે જુન મહિના સુધીમાં એર ઇન્ડિયા કોના હાથમાં  સોંપાશે તે વાત સ્પષ્ટ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

તેની ખરીદી માટે સરકારે જ્યારથી તેના વેચાણની વાત કરી ત્યારથી ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટ  તેને લેવા માટે મેદાનમાં જોવા મળે છેઃ મળતી માહિતી પ્રમાણે જુનના પ્રથમ અઠવાડિયામાં ટાટા ગ્રુપના હાથમાં એર ઇન્ડિયાનું સંચાલન સોંપી દેવાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ ટાટા ગ્રુપ અનેક ફેરફારો સાથે એર ઇન્ડિયા બ્રાન્ડનું નામ યથાવત રાખવાની વાત બહાર પાડી છે, ટાટા ગ્રુપે રોજિંદા ઓપરેશન માટે ટીમ બનાવવાની પણ શરૃઆત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા આગળ આવ્યું હતું,  જો કે આ એર લાઈન્સ સરકારના હસ્તકમાં આવી તે પહેલાં ટાટા ગૃસમૂગહ જ તેનું સંચાલન કરતું હતું, ટાટા એરલાઈન્સથી જે આર ડી ટાટાએ 1932માં તેની સ્થાપના કરી હતી.તેનું સંચાલન આઝાદી પછી સરકારે હાથમાં લીધું હતું.

સાહિન-