Site icon Revoi.in

કોરોનાની વેક્સિન લીધા બાદ થયેલી મોત માટે સરકાર જવાબદાર નથી- કેન્દ્રએ સુપ્રિમ કોર્ટને આપ્યો જવાબ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે વેક્સિનના કારણે કોરોનાના સંક્રમણને અટકાવવામાં મોટી મદદ પણ મળી હતી ,જો કે કેટલાક લોકો દ્રારા વેક્સિનને કારણે મોતના દાવઓ પણ કરવામાં આવ્યા હતા જેને લઈને સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરાઈ હતી.

આ સાથે જ હવે કેન્દ્ર સરકારે કોરોના રસીકરણના કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું કે તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ગણવું યોગ્ય નથી.

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણના કારણે કથિત રીતે બે યુવતીઓના મૃત્યુને લઈને દાખલ કરવામાં આવેલી અરજી સાથે સંબંધિત છે. એફિડેવિટ સાથે દાખલ કરવામાં આવેલા જવાબમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે રસીના કારણે મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને વળતરની માંગ કરી શકાય છે. આ સોગંદનામું બંને યુવતીઓના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે. 

આ સાથે જ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોવિડ રસીના કારણે મૃત્યુના કેસોની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને રસીકરણ પછી કોઈપણ પ્રતિકૂળ અસરને સમયસર શોધી કાઢવા અને નિવારક પગલાં લેવા માટે નિષ્ણાત તબીબી બોર્ડની રચના કરવા વિનંતી કરવામાં આવી છે.

જાણો આ મામલે કેન્દ્ર એ શું આપ્યો જવાબ

 રસીકરણ અભિયાન હેઠળ ઉપયોગમાં લેવાતી રસી કોઈ બીજા દ્વારા બનાવવામાં આવી છે. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તેની સમીક્ષા કરવામાં આવે છે અને પછી તેને સલામત અને અસરકારક ગણવામાં આવે છે. 23 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તમામ પાત્ર લોકોને જાહેર હિતમાં કોવિડ રસી લેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરે છે. જોકે આ માટે કોઈના પર કોઈ દબાણ નથી કે રસી લેવાની કોઈ કાનૂની જવાબદારી નથી જ.