15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશને વેક્સિન આપવાની તૈયારીમાં સરકાર- ઘરે ઘરે રસીકરણ માટે કેન્દ્ર સજ્જ
- ઘરે ઘરે વેક્સિનેશન કરવાની યોજના
- 15 ઓગસ્ટ સુધિ સમગ્ર દેશને અપાશે વેક્સિન
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છવાયો છે, કોરોનાના વધતા સંક્રમણે અનેક લોકોના જીવની આહુતિ લીધી છે ત્યારે દેશની સરકાર રસીકરણના કાર્યને તેજ બનાવવાના કાર્યમાં જોતરાય છે, કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં દેશવાસીઓને વેક્સિન મળી રહે તેવી અનેક તૈયારીઓ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 1 લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આવનારા સાડા ત્રણ મહિના સુધી એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં રસી આપવાની સરકારની યોજના છે. યોજના મુજબ દેશભરમાં 10 લાખથી વધુ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવશે. આ ઉપરાંત ઘરે ઘરે ઘરે લોકોને રસી આપવાની પણ યોજના બનાવાઈ રહી છે.
હાલ આપણા દેશમાં માત્ર બે કંપનીઓ પાસે રસી ઉપલબ્ધ છે. આ સિવાય હજી સુધી લગભગ 1.35 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. આગામી કેટલાક દિવસોમાં, વિશ્વના વિવિધ દેશોમાં ઘણી રસીઓ ઉપલબ્ધ થશે, જેના કારણે રસીકરણ ઝુંબેશની ગતિ ખૂબ જ ઝડપથી થશે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આવનારા કેટલાક દિવસોમાં વિશ્વભરના જૂદા જૂદા દેશોમાં લાગુ થયેલ કોરોનાની અસરકારક તમામ વેક્સિન આપણા દેશમાં હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 લી મેથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલય સહિત ઘણા અન્ય જવાબદાર વિભાગો છેલ્લા કેટલાક મહિનાઓથી આ યોજના પર સતત કાર્યરત ક છે. દેશભરમાં રસીકરણ યોજનાનો અમલ કરતી સમિતિના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સાડા ત્રણ મહિના સુધી કે એટલે કે 15 દેશ સુધીમાં 18 વર્ષની વયની સમગ્ર વસ્તીને કોરોના રસી રસી આપવાનો તેમનો ખાસ પ્રયત્ન છે.
આ સિવાય કેન્દ્ર સરકાર લોકોના ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના પણ બનાવી રહી છે, આ માટે રાજ્યોના આરોગ્ય વિભાગના ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત ટીમને પણ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં મદદ કરવા માંગતા સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ જૂથોને પણ કેન્દ્ર સરકારે આગળ આવવા જણાવ્યું છે.
સાહિન-