Site icon Revoi.in

કેન્દ્રની દર્દીઓને દવાના ભાવમાં  રાહત આપવાની કવાયતઃ- 39 જેટલી દવાઓના ભાવ ઘટાડશે સરકાર

Social Share

 

દિલ્હીઃ- દેશમાં કરોરોના મહામારી બાદ અનેક દવાઓનું ચલણ વધી રહ્યું છે , નાની મોટી બીમારીઓમાં દવાઓની જરુરીયાત વધી છે, ત્યારે સરકાર કેટલીક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.

આ બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરકારે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં સુધારો કર્યો છે અને સૂચિત ભાવ શ્રેણીની યાદી હેઠળ 39 નવા નામ ઉમેરવામાં આવ્યા છે. જે દવાઓના નામ સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે તેમાં કેટલીક એન્ટિવાયરલ સિવાય કેન્સર, ડાયાબિટીસ, ટીબી અને એચઆઇવી સામે  રક્ષણ આપતી દવાઓ પણ શામેલ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારે હાલની યાદીમાંથી 16 દવાઓ હટાવી દીધી છે. હવે આ યાદીમાં 399 આવશ્યક દવાઓ સામેલ છે, જેની કિંમતો સરકારે ઘટાડી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હેઠળ નિષ્ણાત સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુધારેલી યાદી ગુરુવારના રોજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને સુપરત કરવામાં આવી હતી. એકવાર આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચિ બહાર પાડવામાં આવે ત્યાર બાદ દવાઓ અને આરોગ્ય ઉત્પાદનો પર સ્થાયી સમિતિ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ મુલ્યાંકનમા તે જોવામાં આવે છે કે કઈ દવાઓની કિંમત વધુ ઘટાડવાની જરૂર છે.જો કે અંતિમ ભાવ નિતી આયોગના સદસ્ય  ડો વીકે પોલની અધ્યક્ષતામાં SCAMHP ની ભલામણોના આઘારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાશે