Site icon Revoi.in

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી માગી છે. સાથે જ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેત પત્ર જાહેર કરવામાં આવે તેમ સર્વપક્ષિય બેઠક બોલાવવામાં આવે તેવી માગણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકાર સમક્ષ માગણી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયોમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આયોજન કરાયુ છે. માત્ર સરકાર મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છીએ. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભા કરવા સરકાર ભલામણ કરી છે. સાથે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ તમામ કાર્યલાય વિના મુલ્યે આપવા તૈયાર છે.’

ઈન્જેક્શન પર સી.આર પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, અમુક લોકો ઈન્જેક્શનો લઈ લોકોને દબાવી રહ્યા છે, અને પોતાનો રાજકીય લાભ પાર પાડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને 10 હજાર ઇન્જક્શન આપવામાં આવે, કોંગ્રેસ ગામ ગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે. સાથે જ અમે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમનો ખર્ચે ઉપાડવા તૈયાર છે.

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનના ચોથા માળે 50 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવા કોંગ્રેસ તૈયાર છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકાર કોરોનાના કેસનો આંકડો છુપાવાનો પ્રયાસ કરે છે. કેટલા બેડ ખાલી છે. કેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટ છે તેની માહિતી સરકાર જાહેર કરે. સરકાર માત્ર ઉત્સવમાં વ્યસ્ત રહી છે. સમય હતો છતાં કોઇ નવું ઇન્ફાસ્ટ્રક્ચર ના ઉભું કરી શક્યા. ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે. હોસ્પિટલ પાસે બેડ નથી, સ્ટાફ નથી. ઇન્જેક્શન ગુજરાત બને છતાં અછત ઉભી થાય તે માનવામા આવતું નથી. 27 લાખ ઇન્જક્શનનું પ્રોડક્શન થયું તો કેમ દર્દીઓ લાંબી લાઇન લગાવી રહ્યા છે..