જયપુરઃ પીએમ મોદીએ સોમવારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં રેલી કરી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનનો વિકાસ ભારત સરકારની મોટી પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું, “રાજસ્થાનનો વિકાસ ભારત સરકાર માટે એક વિશાળ પ્રાથમિકતા છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસવે, હાઈવે અને રેલ્વે જેવી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપ્યું છે. રાજસ્થાન એક મહત્વપૂર્ણ રાજ્ય છે જેમાં સૌથી વધુ લાભાર્થીઓ છે. ભારત માલા પ્રોજેક્ટ. રાજસ્થાનનો ઈતિહાસ આપણને શીખવે છે કે આપણે સાથે મળીને બહાદુરી, ગૌરવ અને વિકાસ સાથે આગળ વધવું જોઈએ.” આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તોડગઢના સાંવરિયા સેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદીએ રેલીમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ચિત્તોડગઢમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પેપર લીક માફિયાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ વોટ માટે છલ અને પ્રપંચ કરતી રહે છે. જુઠા વાયદા કોંગ્રેસનો સ્વભાવ રહ્યો છે. ભારતીય જવાનો સાથે પણ વન રેન્ક વન પેન્શન લઈને છેતરપીંડી કરી હતી. વર્ષો સુધી જવાનોના મામલો લડકાવી રાખ્યો હતો. જો કે, મોદી સરકારે આ કામગીરી પૂર્ણ કરી છે. કોંગ્રેસને ખ્યાલ આવે કે ચૂંટણી હારી જશે ત્યારે જુઠ્ઠી યોજનાઓ જાહેર કરશે. રાજસ્થાનમાં પણ આ ખેલ હાલ રમી રહ્યાં છે, જો કે, રાજસ્થાનની જનતા પૂછી રહી છે કે, જો પ્રજાની ચિંતા હતી તો છેલ્લા ચાર વર્ષ ક્યાં હતા. ગરીબ કલ્યાણની ગેરન્ટી તો મોદી પુર્ણ કરી રહ્યો છે. મોદીએ કોરોના કાળમાં ગરીબોને અનાજ આપવાની સાથે કોવિડ રસી અને જરુરી સારવાર પુરી પાડી હતી.