ઈમ્ફાલઃ- મણીપુર છે મે મહિનાના આરંભથી બે આદિવાસી સમુદાયો વચ્ચેનું આંદોલન હિંસાત્મક બન્યું જો કે કેટલાક મહિના બાદ પણ રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી છે ત્યારે 2 દિવસ અગાઉ અક શરમજનક કૃત્ય મણીપુરથી સામે આવ્યું જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરધસ કાઢવામાં આવ્યું હતું આ ઘટનાની પીએમ મોદી સહીત દેશભરમાં નિંદા કરવામાં આવી હતી.
ત્યારે હવે મણીપુરની સરાકેર મીડિયાને આ પ્રકારના અમાનવીય વીડિયોને હટાવી દેવા માટેની અપીલ કરી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુર સરકારના હોમ કમિશનર ટી રણજીત સિંહે મીડિયાને અપીલ કરી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પરથી બંને મહિલાઓને અપમાનજનક સ્થિતિમાં દર્શાવતો વીડિયો હટવીદે તો વધુ સરાુ રહેશે.આ સહીત તેમણે આ વીડિયોને ક્યાંય શેર ન કરવાની પણ અપીલ કરી છે.
મીડિયાને અપલી કરવાની સાથે સાથએ તેમણે તમામ સામાન્ય લોકોને પણ આવી જ અપીલ કરી છે. ગૃહ કમિશનર ટી રણજિત સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે મહિલાઓને બેડોળ સ્થિતિમાં પરેડ કરતા, મહિલાઓનું જાતીય શોષણ અને હિંસા ફેલાવતા વીડિયો પોસ્ટ કરનારા બદમાશોની નિંદા કરે છે.
તેમણે આ વાયરલ થઈ રહેલા આ વીડિયોને લઈને કાયદાનું ઉલ્લંધનની પણ વાત કરતા કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની પુરેપુરી આશંકા છે. સરકાર તેને ગેરબંધારણીય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે.આ સહીત ગૃહ કમિશનરે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.