- યુપીમાં ટેક્સ ફ્રી કરાઈ અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફઇલ્નમ
- યોગી સરકારે ફિલ્મ જોઈનો લીધો મહત્વનો નિર્ણય
લખનૌઃ- અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં આ ફિલ્મ કર મૂક્ત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે યોગી કેબિનેટ માટે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ તરત જ મુખ્યમંત્રીએ પોતે જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ટેક્સ ફ્રી રહેશે.
અભિનેતા અક્ષય કુમાર કુમાર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મમાં પૃથ્વીરાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પહેલા યોગી સરકારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ દર્શકો માટે ટેક્સ ફ્રી કરી હતી.આ ફિલ્મથી માનુશી છિલ્લર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે સમ્રાટ પૃથ્વીરાજની પ્રશંસા કરી હતી અને એમ પણ કહ્યું હતું કે આ એક એવી ફિલ્મ છે જે ભારતીય મહિલાઓ અને તેમના સશક્તિકરણ વિશે વાત કરે છે
‘સમ્રાટ પૃથ્વીરાજ’ યશ રાજ ફિલ્મ્સની પહેલી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. તેમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત અને સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.