વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા સરકારે રજૂ કર્યું ‘ટિકે સે બચા હે દેશ ટિકે સે’ વીડિયો સોંગ – કૈલાશ ખૈરે આપ્યો અવાજ
- વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્રએ સોંગ રજુ કર્યું
- આ સોંગને કૈલાશ ખૈર એ આપ્યો છે અવાજ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ધીરે ધીરે 100 કરોડ લોકોની રસીકરણની દિશામાં સરકાર આગળ વધતી જોવા મળી રહી છે. સરકારે શનિવારે રસીકરણ અભિયાનને વધને વધુ હજી પણ પ્રોત્સાહન મળે તે હેતુસર એક વિડીયો સોંગજારી કર્યુ છે. આ સોંગને કૈલાશ ખેરે પોતાના અવાજમાં ગાયું છે.
A song that slays vaccine hesitancy!
टीके से बचा है देश टीके से
टीके से बचेगा देश टीके सेJoined my colleagues Dr @mansukhmandviya Ji & Sh @Rameswar_Teli Ji to release India’s Vaccination Anthem #BharatKaTikakaran sung by Sh @Kailashkher Ji.#SabkaSaathSabkaPrayas pic.twitter.com/K18brCngXK
— Hardeep Singh Puri (@HardeepSPuri) October 16, 2021
કોરોના રસીકરણમાં 100 કરોડના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને હરદીપ સિંહ પુરીએવિતેલા દિવસને શનિવારના રોજ એક વીડિયો ગીત રજૂ કર્યું. આ પ્રસંગે માંડવિયાએ આરોગ્ય કર્મચારીઓ અને અગ્રિમ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દરેકના સંયુક્ત પ્રયાસોને કારણે ભારત કોરોના રસીના 97 કરોડથી વધુ ડોઝનું આપવામાં સફળ રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, ‘સરકાર અને જનતાએ આપણા વૈજ્ઞાનિકો, સંશોધકો અને સ્વદેશી વેક્સિન વિકસાવવામાં તબીબી લોકો પર વિશ્વાસની પુષ્ટિ કરી. દરેકના પ્રયત્નોને કારણે, ખૂબ જ ટૂંકા સમયગાળામાં દેશના દરેક ખૂણા ખૂણામાં રસીકરણના વિશાળ કાર્યનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ.
આરોગ્ય મંત્રીએ કહ્યું, ‘આગામી સપ્તાહમાં, અમે 100 કરોડ ડોઝ આપવાનું લક્ષંયાક પ્રાપ્ત કરી લઈશું.’ મંત્રીએ કહ્યું કે આ સોંગ સરકારના વિવિધ મંત્રાલયો વચ્ચે સાકલ્યવાદી અને સહયોગી અભિગમનું પરિણામ છે. આ રસીકરણ વિશેની ગેરસમજોને દૂર કરવામાં મદદ કરશે અને લોકોને મોટા પ્રમાણમાં રસીકરણ માટે પ્રેરિત કરશે.